ગુજરાત ના ગીર જંગલ નો મજેદાર ઈતિહાસ

ગીર જંગલ નો મજેદાર ઈતિહાસ
ગીરમાં “ ટીલીયા ‘ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા જૂનાગઢ- ૧૯૬૫ માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું | અને એ સાથે ૧૯૭૦ આસપાસ શરૂ થઇ ગીરના માલધારીઓને ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ વસાવવાની હિલચાલ . જેના કારણે ગીરમાં રીસર્ચવર્કની શરુઆત થઈ . એ સમયે ગીરના સિંહ પર સૌપ્રથમ અભ્યાસ કરવા પોલ જોસલીન આવ્યા હતા . પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા . ઈ.સ. ૧૯૫૫-૬૦માં ગીરમાં છીલીયાલ નામના એક સિંહ નરની ગજબની બોલબાલા હતી . ગીરના ઈતિહાસના સૌથી શક્તિશાળી સિંહ નર માંથી એક આ ટીલીયો પુષવયની ભેંસનો શિકાર કર્યા બાદ તેની ડોકથી ઉંચકી ઢસડી લઇ જતો ત્યારે ભેંસનું શરીર જમીનને અડકવા ન દેતો , માત્ર ભેંસના પગ લીટા જમીન પર જોવા મળતાં હતાં . આવી અદભૂત તાકાત ધરાવનાર સિંહ નરની ભારત સરકારે ૧૯૬૦ ની સાલમાં ટપાલટિકીટ પણ પ્રસિદ્ધ કરેલી . આ ટીલીયો જીણાભાઇનો અત્યંત હેવાયો હતો . ટીલીયો નાનો હતો ત્યારથી જ તેની મા ગંગા જીણાભાઇ સાથે ખૂબ આત્મીયતા ધરાવતી . જીણાભાઇ સૂતાં હોય તો તેની પડખે આવીને સૂઇ જાય . આ મિત્રતા હતી , એક વખત ટીલીયો નાનો હતો ત્યારે રમતોરમતો જીણાભાઇ સૂતા હતા તેના પડખામાં ઘૂસી ગયો હતો . જીણાભાઈને ખ્યાલ નહીં અને ટીલીયો તેમના હાથ નીચે દબાતા કાંવકારા કરવા લાગ્યો – રાડો પાડવા લાગ્યો . ટીલીયાની મા ગંગા સિંહણે સફાળી બેઠી થઈ અને સીધો જ પંજો જીણાભાઇની છાતી પર રાખ્યો અને ત્રાડ પાડી . જીણાભાઇએ માથા પરથી હાથ હટાવ્યા વગર બંધ આંખે જ સહજતાથી કહ્યું , “ એ ગંગાપ તુંય શું પણપ આતો હું છું જીણોપ ” અને ગંગાએ તરત જ પગ પાછો લઈ લીધો . પોલ જોસલીનનું આ રીસર્ચ ૯-૧૦ વર્ષ સુધી ચાલ્યું . રીસર્ચ દરમિયાન જીણાભાઇને કહેવામાં આવ્યું હોય કે , અઠવાડીયું આ સાવજ | સાથે જ રહેવાનું છે . જનાવર શું ખાય છે ? ક્યાં જાય છે ? કેટલું મારણ ક્યારે કરે છે ? જેવી બધી જ માહિતી એકઠી કરવાની છે . જીણાભાઇ પંદર પંદર દિવસ આમ જ જંગલમાં સાવજોની પાછળ પડ્યાં રહેતા અને માહિતી એકઠી કર્યા કરતાં . જોસલીનના રીસર્ચના અંતિમ સમયે તેમણે જીણાભાઈને | કહ્યું કે , એક બકરું લઇને તારે જંગલમાં બેસવાનું છે પણ સાવજને ખાવા નથી દેવાનું , જેના અંતર્ગત રીસર્ચના ભાગયે જરુરી ડેટા લેવાનો છે . જીણાભાઈ બકરું લઈ કલાકો સુધી જંગલમાં સિંહ સામે બેઠા રહ્યાં ત્યાં સુધી સાવજે હિંમત ન કરી . પરંતુ જીણાભાઈને સહેજ ઝોકું આવતાં જ સાવજે બકરું પકડી લીધું . બકરું સાવજ હાથમાંથી ખેચે પણ પેલી તરફથી | જીણો નાનો એમ શેનું લેવા ઘે ! આ ઘટનાનો ફોટો જોસલીનના કેમેરામાં આવી ગયો અને પછી તેની થીસિસમાં ઓફિશિયલી પબ્લિશ પણ થયો . જીણાભાઈ જંગલમાં જતાં ત્યારે તેને જોઈ જુવાન ટીલીયો તેને મળવા દોડતો આવતો . ટીલીયા ઉપરાંત તેના જાણીતા સિંહોની કેશવાળીમાં ચોટેલી શિંગોડીઓ પણ ખેંચતાના કેટલાક દાખલા છે . સિંહ સાથે આટલો ગાઢ ઘરોબો માત્ર એક જીણાભાઇનો જ નહીં પણ સમસ્ત ગીરના માલધારીઓનો છે . ગુજરાતી ભાષાના સાહિત્યોમાં પણ માલધારી – સિંહના સંબંધના ઉત્તમ દ્રષ્ટાંતો છે . ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયેલા | દ્રશ્યમાંથી રચાયેલી કવિતા “ ચારણકન્યાલ હોય કે સૌરાષ્ટ્રની રસધારમાં આલેખાયેલ ‘ સાવજની ભાઇબંધીલ અનેક કવિઓએ ગીર , સિંહ અને માલધારીના સગપણને ખૂબ બિરદાવ્યું છે . અહીં સિંહનું મૃત્યુ થાય તો તેના અંતિમસંસ્કાર કરવામાં આવે છે અને તેના બેસણાં રાખવામાં આવે છે . તે | વિસ્તારનો માલધારી રીતસર શોક પાળે છે . સંકલન રામજી મહારાજ ખેડબ્રહ્મા ભાપડીયા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *