ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત

વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના આભાર પ્રસ્‍તાવ ઉપરની ચર્ચામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, અગાઉના સમયમાં વિશ્વના રાષ્‍ટ્રવડાઓ સીધા દિલ્હી, મુંબઇ આવીને પાકિસ્તાન જતા હતાં, પરંતુ વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સત્તામાં આવ્યા બાદ આ સ્થિતિ બદલાઇ ચૂકી છે,
હવે જાપાન, ચીન, ઈઝરાયેલ, કેનેડાના રાષ્‍ટ્ર વડાઓ સીધા ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ આવે છે,
ડોનાલ્ડટ્રમ્પની અમદાવાદ મુલાકાતથી  વિશ્વમાં ગુજરાતની નામના વધી છે
તેમણે વધુમાં  જણાવ્‍યું હતું કે, કેવડીયા ખાતે વિશ્વની આઠમી અજાયબી સમાન સરદાર વલ્‍લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્‍યું છે,
અત્‍યાર સુધીમાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની ૪૨ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે,
 મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની આગેવાની હેઠળ લેવામાં આવેલા મક્કમ નિર્ણયોના કારણે ઇન્‍ડસ્‍ટ્રીયલ એન્‍ટરપ્રિનોર્સ મેમોરેન્‍ડમ મુજબ સૂચિત મુડી રોકાણમાં તમામ રાજ્યમાં ગુજરાત પ્રથમ સ્‍થાને છે,
સીએએના કાયદા સંદર્ભમાં ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે સી.એ.એ.ની આડમાં રાજ્યમાં થઇ રહેલ વિરોધ પ્રદર્શનો દરમ્યાન શાંતિના માહોલને ખરાબ કરવાની કોશિશ કરનારાઓ વિરૂધ્ધ સખ્તાઇથી કાર્યવાહી હાથ ધરવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે,
સુરક્ષા વિશે માહિતી આપતા તેમણે કહયું હતું કે, રાજ્યમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત રૂા. ૩૧૫ કરોડની જોગવાઇ કરી રાજ્યના જિલ્‍લા મુખ્‍ય મથકો, છ પવિત્ર યાત્રાધામો, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સહિત ૪૧ સ્‍થળોએ ૧૨૩૮ જંકશનો ઉપર ૭ હજારથી વધારે સી.સી.ટીવી કેમેરા લગાવી સર્વેલન્‍સ નેટવર્ક મજબૂત કરવામાં આવ્‍યું છે,
વિધાનસભા ગુજસીટોક વિધયકને પુનઃ રજૂ કરીને નવેસરથી પસાર કરાવી કેન્‍દ્ર સરકાર દ્વારા કાયદાની મંજૂરી મેળવી આંતકવાદ અને સંગઠીત ગુનાઓના નિયંત્રણની દિશામાં,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *